કોરોના વાઇરસ વિશે સત્ય...
કોરોના વાઇરસ
મિત્રો અત્યારે Watsaap પર કોરોના વાઇરસ વિષે ગેર સમજ ફેલાવવામાં આવી રહી છે. જે ખોટું છે ખરેખર કોરોના વાઇરસ દ્વારા એવું થતું નથી. કોરોના વાઇરસ એ હજુ ભારતમાં આવ્યો છે કે નહીં તે સાબિત થયું નથી, જેથી તેના વિષે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલ ચીન આ વાઇરસથી પીડાય રહ્યું છે. તે સત્ય હકીકત છે.
• કોરોના વાઇરસ શું છે ?
આ વાઇરસ પ્રાણી દ્વારા મનુષ્યમાં આવેલો છે. તેથી હવે મનુષ્ય થી મનુષ્યમાં ફેલાઇ રહ્યો છે. જે શરદી ના વાઇરસની હરોળમાં આવતો વાઇરસ છે.
આ રોગ લાગુ થવાથી કોઈ જીવ-જંતુનું સર્જન આપણાં શરીરમાં થતું નથી. જે Watsaap માં મેસેજ ફરતા થયા છે. તે ખોટું છે.
આ વાઇરસ માનવી થી માનવીથી કેવી રીતે ફેલાઈ શકે છે તે કહેવું હજુ ઘણું વહેલું છે. પરંતુ હાલ સ્વાઇન્ફ્લુ નું ઉદાહરણ લઈ શકીએ છીએ. જેના ઘણા લક્ષણો આ વાઇરસ સાથે મળતા આવે છે.
• આ કોરોનાવાયરસ ચેપના સંકેતો શું છે?
અહેવાલોના આધારે, 2019-nCoV થી શ્વસન ચેપનાં લક્ષણો અન્ય કોરોનાવાયરસથી મળતા આવેલો જેવા જ છે:
નાકમાથી પાણી પડવું,
માથાનો દુખાવો થવો.
સામાન્ય તાવ આવવો.
ઉધરસ આવવી.
ગળામાં દુખાવો
આ સાથે ઘણા દર્દીઓને ન્યુમોનિયા વધુ તીવ્ર બની શકે છે. જેમાં છાતીમાં દુખાવો, છાતીમાં જડતા અને શ્વાસની તકલીફ થઈ શકે છે.
જો તમે વૃદ્ધ છો, રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, અથવા જો તમારી પાસે હૃદય રોગ, યકૃત રોગ જેવી અન્ય કોમર્બિડિટીઝ છે, તો તમને ગંભીર ન્યુમોનિયા થવાનું અને આ રોગથી મૃત્યુનું જોખમ વધારે છે.
• તેનાથી બચવા શું કાળજી લેવી જોઈએ ?
હાથ વારંવાર હેન્ડ વોસ દ્વારા અથવા સાબુ દ્વારા ધોવા.
ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળવું.
છીંક અથવા ઉધરસ આવે ત્યારે મોને રૂમાલ અથવા ટીશ્યુ પેપર થી ઢાંકવું અને પછી તેને ફેકી દેવું.
અન્ય વ્યક્તિ સાથે હાથ મિલાવવ કરતાં બે હાથ જોડી નમસ્તે સ્ટાઇલમા મળવું.
વધારે પાણી પીવું.
પોષણ યુક્ત ખોરાક લેવો.
બીમારી જણાય ત્યારે નજીકના દવાખાને જઈ તપાસ કરાવી દવા લેવી.
• સારવાર :
અત્યાર સુધી આ વાઇરસની કોઈ વેક્સિન શોધાય નથી જેથી તેની સામે રોગ
પ્રતિકારક શક્તિ વધારવા માટે શક્તિવર્ધક દવા આપવામાં આવે છે.
Comments
Post a Comment