કેશવાનંદ ભારતી કેસ - ૧૯૭૩

કેશવાનંદ ભારતી કેસ- ૧૯૭૦


        દેશના ન્યાયિક ઈતિહાસમા કેશવાનંદ ભારતીનું નામ કોણ નથી જણાતું. ૨૪ એપ્રિલ ૧૯૭૩, ના દિવસે કોર્ટ દ્વારા કેશવાનંદ ભારતી અને કેરળ સરકાર વચ્ચેના સંપતિ સંપાદન અંગેના વિવાદનો એક ઐતિહાસિક નિર્ણય આપવામા આવ્યો જેનાથી તેઓ કોર્ટ કચેરીની દુનિયામાં અમર થઇ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે ન્યાયિક દુનિયામાં આટલા લોકપ્રિય હોવા છતાં, તેઓ પોતે નથી કોય જજ રહ્યા કે નથી કોઈ વકીલ. એમનું નામ તો માત્ર ને માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલ તેમની સંપતિના સંપાદન સામે ન્યાયિક લડત આપતા એક ફરિયાદીના રૂપમાં હતું.

        આમતો તેઓ દક્ષિણ ભારતના બહુ મોટા સંત છે. કાસરગોડ કેરળ નો ઉત્તર દિશાનો છેલ્લો જિલ્લો છે. પશ્વિમમાં સમુદ્ર અને પૂર્વમાં કર્ણાટક થી ઘેરાયેલા આ વિસ્તારનો સદીયો જૂનો એક શિવ મઠ જે એડનીર ખાતે આવેલો છે. જે મઠ નવી સદીના મહાન સંત અને અદ્વૈત વેદાંત દર્શનના પ્રણેતા આધ્યગુરુ શંકરાચાર્ય સાથે જોડાયેલો છે. શંકરાચાર્યના શરૂઆતના ચાર શિષ્યોમાના એક જેમનું નામ તોતકાચાર્ય હતું. જેમની પરંપરામાં આ મઠ સ્થપાયેલ હતો. જે બ્રાહ્મણોની તાંત્રિક પદ્ધતિનું અનુસરણ કરવા વાળી સ્માર્ત ભાગવત પરંપરા ને માને છે.

        આ મઠનો ઇતિહાસ લગભગ ૧૨૦૦ વર્ષ જૂનો છે તેવું માનવામાં આવે છે. જે કારણથી કેરળ અને કર્ણાટકમાં આ મઠનું મહત્વ વધારે છે. શંકરાચાર્યની પીઠનો દરજ્જો પ્રાપ્ત હોવાથી આ મઠના પ્રમુખને કેરળના શંકરાચાર્ય નો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે સ્વામી કેશવાનંદ ભારતી કેરળના હાલના શંકરાચાર્ય કેહવામા આવે છે. તેમણે ૧૯ વર્ષની વયે સંન્યાસ લીધો અને થોડાજ સમયમાં તેમના ગુરુજી દેવલોક પામ્યા હતા. જેથી એડમીર મઠના પ્રમુખ કેશવાનંદ ભારતી બન્યા. ૨૦ વર્ષથી થોડી મોટી ઉમર થઈ હતી અને કેરળના શંકરાચાર્ય બની મઠની જવાબદારી સંભાળી હતી. અને આજે સ્વામીજી ૫૭ વર્ષથી આ પદ પર છે. તેમના સમ્માનમાં તેઓને 'શ્રીમત્ જગતગુરુ શ્રીશ્રી શંકરાચાર્ય તોતકાચાર્ય શ્રી કેશવાનંદ ભારતી શ્રીપદંગલાવારું' ના લાંબા નામ સાથે સંબોધવામાં આવે છે.
      એડનીર મઠ આધ્યાત્મ, સંસ્કૃત, નૃત્ય, કળા, સંગીત,અને સમાજ સેવામાં વધારે યોગદાન માટે કાસરગોડ અને તેની આસપાસના વિસ્તારોમા દશકોથી આ મઠ સ્કૂલ અને કોલેજ ચલાવે છે.

આ કેશ કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું ?


       ૬૦-૭૦ ના દાયકામાં આ મઠ પાસે હજારો એકર જમીન હતી. આ એજ સમય હતો કે જ્યારે ઈ.એમ.એસ.નંબુરીપાદના નેતૃત્વમાં કેરળની તત્કાલિન વામપંથી સરકાર જમીન સુધારણા માટે વધારે પ્રયત્નશીલ હતી. સમાજમાં આર્થિક અસમાનતા દૂર કરવાના હેતુથી રાજ્ય સરકારે ઘણા નવા કાયદાઓ બનાવીને જમીનદારો અને મઠો પાસે રહેલી હજારો એકર જમીન સંપાદન કરી લીધી હતી.જેથી એડમીર મઠના યુવા પ્રમુખ સ્વામી કેશવાનંદ ભારતીએ કેરળ સરકારના આ નિર્ણયને અદાલતમાં પડકાર આપવાનો નિર્ણય કર્યો.

         કેરળ હાઇકોર્ટ સમક્ષ આ મઠના મુખિયા હોવાના નાતે ૧૯૭૦ માં કેશવાનંદ ભારતીએ અનુચ્છેદ- ૨૬ નો હવાલો આપી એવી માંગ કરી હતી કે ધાર્મિક સંસ્થાની સ્થાપના કરવાનો અને તેનો સ્વતંત્ર વહીવટ કરવાનો અધિકાર મળ્યો છે તેને ધ્યાને લેવામાં આવે. તેમણે બંધારણમાં ઊંડા અભ્યાસ બાદ અનુચ્છેદ- ૩૧ જે સંપતિના મૂળ અધિકારને દૂર કરવાનો કેન્દ્ર સરકારના  ૨૪,૨૫, અને ૨૯ મો બંધારણીય સુધારાને તથા કેન્દ્ર અને કેરળ સરકારના જમીન સુધાર અધિનિયમ ને પણ યોગ્ય ન ગણાતા કોર્ટમાં તેને પડકાર્યો હતો. જાણકારોનું એવું કેહવું છે કે બંધારણ બાબતના પ્રખ્યાત વકીલ નાની પાલકીવાળા દ્વારા કેશવાનંદ ભારતીના પ્રતિનિધિઓને સલાહ આપવામાં આવી હતી. પરંતુ કેરળ હાઇકોર્ટમાં કેશવાનંદ ભારતી આ કેસ હારી ગયા. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને ત્યાથી ઓરીજનલ ન્યાયિક પિક્ચરની શરૂઆત થઈ.

        આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પોહચતા ખ્યાલ આવ્યો કે આ કેશ સાથે ઘણા બંધારણીય પ્રશ્નો જોડાયેલા છે. જેનો ઉકેલ લાવવો અનિવાર્ય છે. એમાનો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, શું દેશની સંસદ પાસે બંધારણમાં સંશોધન કરી, મૌલિક અધિકારો સહિત કોઈ-પણ ભાગમાં કોઈ-પણ સુધારો કરવાનો અધિકાર છે ખરો ? એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે અગાઉ ગોળકનાથ કેસમાં બનેલી સમિતીથી પણ મોટી સમિતી બનાવવામાં આવે. ત્યારબાદ ૧૯૭૨ પછી અવિરત આ કેસની સુનાવણી કરવામાં આવી જે ૬૮ દિવસ સુધી ચાલી. અંતે ૭૦૩ પેજનો લાંબો નિર્ણય આવ્યો અને ૧૩ સભ્યોની કમિટીમાં માત્ર એક વોટના અંતરથી અદાલત દ્વારા કેશવાનંદ ભારતીના વિરોધમાં નિર્ણય આપ્યો.

      પણ આશ્ચર્યની વાત એ છે કે આ કેસમાં સલાહ આપનાર વરિષ્ઠ વકીલ નાની પાલકીવાળા અને કેશવાનંદ ભારતી આ કેશનો ચુકાદો આવ્યો ત્યાં સુધી રૂબરૂ મળ્યા જ ન હતા. તેમ છતાં આજે તેઓના નામ આજે પણ ચર્ચામાં હોય છે. 

Comments

Popular posts from this blog

TMS 2.0 Full Training

Healthcare Professionals Registration Process for Doctors, Nurses, Lab technician and other medical professionals