આજે ભારત દેશમા દર રોજ ૨૭૦૦ થી ૩૦૦૦ લોકો આત્મ હત્યા કરે છે શું છે કારણ જાણો...
આજે દેશ અને
દુનિયામાં અસંખ્ય લોકો કોઈ ને કોઈ બીમારી સાથે મૃત્યુ પામે છે . કોઈ અચાનક તાવ
આવવાથી મૃત્યુ પામે છે તો કોઈ વ્યક્તિને અચાનક એટેક આવે છે અને હોસ્પિટલ પોહચતા
સુધીમાં મૃત્યુ પામે છે. શું છે આનું કારણ કોઈ વ્યક્તિ રાત્રે આપણી સાથે બેઠો હોય છે
અને સવારે ઊઠતોજ નથી,
આતો કેવી કુદરતની કળા કે જે વ્યક્તિ યુવાન છે જેને હજુ પૂરી જિંદગી જોઈ પણ નથી એવા
નવ યુવાન આજે કોઈ ને કોઈ બીમારી સાથે મૃત્યુ પામી રહ્યા છે. હા માની લઈએ કે આજનો
ખોરાક એટલો રસાયણ વાળો થયો
છે કે તેનું સેવન કરવાથી
મનુષ્યનું આયુષ્ય ઘટયું છે. પરંતુ એના પણ આપણે મનુષ્ય જ જવાબદાર છીએ એમા કોઈ શંકાને સ્થાન નથી.
આજે
ડેન્ગ્યુ, ચિકન ગુનીયા, સ્વાઇન ફ્લૂ, કૉંગો ફિવર, જેવા વાઇરસ પળવાર માં માણસનો જીવ લઈ લે
છે. જે સમાચાર બ્રેકિંગ ન્યૂઝ બની 24 કલાક
આપણી સમક્ષ ચાલે છે. એ
હોવું પણ જોઈએ જેથી સમાજમાં તેના વિષેની ગંભીરતાનો ખ્યાલ આવે જેના માટે આપણે તમામ
મીડિયાનો આભાર માનવો જોઈએ. પરંતુ આજના યુગમાં એક એવો પણ રોગ છે જે માણસ જાતે ઊભો
કરેલો છે અને જાતે મૃત્યુ પણ નોતરે છે. એમ કહી શકાય કે માણસ પોતે પોતાના પગ પર
કુહાડી મારે છે. આ વાત પરથી એક પિક્ચરનો ડાયલોગ યાદ આવે છે , " તલવાર તરબૂચ પે ગીરે યા, તરબૂચ તલવાર પે ગીરે લેકિન કટના તો
તરબૂચ કો હી પડતા હે." આ ડાઈલોગ મુજબ તલવાર એ તમાકુ છે અને તરબૂચ એ માણસ છે.
તમને સાંભળતા અજુગતું લાગશે પણ આ હકીકત છે. અને અજુગતું લાગે પણ ખરું કારણ કે આજે
તમાકુ ને આપણે આપણા સમાજ, તહવારો,રીતી-રિવાજો, અને રોજીંદી ક્રિયાઓમાં સ્થાન આપી દીધું
છે. આજે વ્યક્તિને દૂધ ૧૦ દિવસ નહીં મળે તો ચાલશે પણ જો તમાકુ ૧૦ મિનિટ નહીં મળે
તે માણસ હાફળો- ફાફળો થઈ જશે.
તમાકુનું
વાવેતર સૌથી વધારે ચરોતર પ્રદેશમા થાય છે આ પ્રદેશ સુવર્ણભૂમિનો પ્રદેશ પણ કહેવામા
આવે છે. જ્યાં ખેડૂતો સૌથી વધારે તમાકુનું વાવેતર કરે છે. તેની પાછળનું કારણ એ છે
કે તમાકુનું વાવેતર કર્યા બાદ બીજા પકોની જેમ તેને વધારે માવજત આપવી પડતી નથી. જો
તમે ચણાનું વાવેતર કરો તો તેના માટે વાડ કરવી પડે તેને સાચવવા માટે એક વ્યક્તિએ
ત્યાં રેહવું પડે પણ તમાકુના
વાવેતર બાદ કોઈ વ્યક્તિએ ત્યાં રેહવાની જરૂર નથી કારણ કે તેને કોઈ પશુ પણ ખાતું
નથી. પશુ તમાકુના ખેતરથી ઘણા દૂર રહે છે કારણ કે એ પણ જાણે છે કે આ વસ્તુ મારા
માટે હાનીકારક છે જે મારે ના
ખાવી જોઈએ. પણ આ મોટા માથાનો માનવી જાણતો હોવા છતાં અજાણ બની તમાકુ ખાય છે.
માણસ
આજે તામકું નું સેવન એટલી હદે કરી રહ્યો છે,
કે
માણસને આજે એની બયરી(પત્ની) વગર ચાલસે પણ તમાકુ વગર નહીં ચાલે, સવારે ઉઠતાની સાથે જાજરૂ (ટોઇલેટ) જવા માટે તમાકુ ખાવી
પડે નહિતો જાડા ઉતરતા નથી, ચા પીધા પછી ખાવી પડે
તોજ કોંટો ચડે (કામ કરવામાં રુચી આવે), જમ્યા પછી પણ ખાવીજ
પડે, કંટાળો આવે એટલે
કંટાળો દૂર કરવા એકાદો ભડાકો (માવો) બનાવી ને ખાવો પડે ,મિત્ર વર્તુળ બેઠું હોય ત્યારે મોજમા ને
મોજમા ૩-૪ ભડાકા ખવાય જાય ખબર પણ ના પડે. લગ્ન પ્રસંગોમાં તમાકુની તમામ બનાવટોની
ડીસ ભરેલી હોય અને એ વડીલોની બેઠકમાં ફરતી હોય છે. મે ઘણી જગ્યાએ એ જોયેલું છે કે
વડીલો તેમના ઘરમાં પણ બધા કુટુંબીજનો સાથે બેસીને ધૂમ્રપાન કરતાં હોય છે અને બધા
કુટુંબી જનો તેને સામાન્ય માની
લેતા હોય છે અને આપણે પૂછીએ તો સામેથી એવો પ્રત્યુતર આવે કે એતો એમને દિવસમાં એક
જુડી બીડી જોઈ એજ જો એ ના પીવે તો કકળાટ કરે અથવા માર જુડ કરે પણ બીડી પીવે તો
સારું રે છે. એટલે આપણે તમાકુને રીત- રિવાજો,
માનસિક
અને શારીરિક રીતે જીવનમાં અપનાવી લીધી છે.
"World Health Organization" જે એક વિશ્વ આરોગ્ય
સુખાકારી માટે કામ કરતી સંસ્થા છે. તેના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં એક વર્ષે
૫૪ થી ૬૦ લાખ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. આ ખરે ખર બોવજ મોટો આંકડો છે, જે કદાચ તમે નહીજ
જાણતા હોય, પણ આ હકીકત છે. આ
પરિસ્થિને પહોચી વળવા માટે વિશ્વના
ઘણા દેશો દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને તેનું પ્રમાણ ઘટાડવા માટેના પ્રયત્નો
ચાલુ છે. હવે વાત કરીએ આપણાં દેશની આ ૫૪ થી ૬૦ લાખ લોકોમાં આપણાં ભારત દેશના કેટલા લોકો
મૃત્યુ પામે છે ? આ સવાલનો જવાબ છે ૧૦ લાખ લોકો માત્ર ભારત દેશમાં તમાકુના સેવનથી
મૃત્યુ પામે છે, અને આપને જણાવી દઉં કે, આ લોકો એવા હોય છે,જે જાણતા હોય
છે કે તમાકુ ખાવાથી ઘણી બધી બીમારી થાય છે, અને હા દરેક તમાકુની પડીકી પર
પણ ચિત્ર સાથે લખેલું હોય છે, કે તમાકુ ખાવાથી કેન્સર જેવી જીવલેણ
બીમારી થઈ શકે છે, તમાકુ એ દર્દનાક મૃત્યુ આપી શકે છે, અને આ લખાણ સ્થાનિય ભાષા તથા અંગ્રેજી ભાષામાં લખેલું હોય છે, જે લોકો સહેલાઇથી વાંચી શકે છે.
હવે જોઈએ તો જે લોકો તમાકુ ખાય છે તે
જાણતા હોય છે કે તમાકુ ખાવાથી મને હદય રોગ, કેન્સર,
લકવો, શ્વાસના રોગ, ટીબી, જેવી બીમારી થઈશકે છે,તેમ છતાં તેનું સેવન કરવાનું છોડતો નથી અને એક દિવસ કોઈ ને કોઈ બીમારીનો ભોગ
બને છે. જેમાં મારા મત મુજબ અત્યારની પરિસ્થિતી મુજબ વ્યક્તિ તમાકુના સેવનથી હાર્ટએટેક
આવવાના કારણે વધારે મૃત્યુ પામે છે. જેને આપણે Silent killers પણ કહી શકીએ કારણ
કે જ્યારે તમાકુનું સેવન કરનાર વ્યક્તિને એટેક આવે છે ત્યારે તમાકુ ખાનાર વ્યક્તિને
પણ ખ્યાલ આવતો નથી કે મને તમાકુ ખાવાથી એટેક આવ્યું છે. પણ હા ડોક્ટર જરૂરથી તેને જણાવે
છે કે તમારે હવે તમાકુ છોડી દેવી જોઈએ પણ તે છોડી શકતો નથી અને ફરી એટેક સાથે મૃત્યુ
પામે છે. સમાજમાં વાતો થાય છે કે ફલાણા ભાઈને એટેક આવવાથી મૃત્યુ થયું પણ કોઈ એમ નથી
કેહતું કે તમાકુ ખાવાથી મૃત્યુ થયું. આ છે આપણા સમાજની વાસ્તવિકતા લોકો જાણી જોઈને
તરબૂચ બની તલવારથી કપાય રહ્યા છે. એટલે કે આત્મ હત્યા કરી રહ્યા છે. જેને રોકી શકાય
ખરી .... ?
હા રોકી શકાય ..
ReplyDelete