COTPA- 2003 Act Gujarati
તમાકુ નિયંત્રણ
અધિનિયમ-૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત કામગીરી અંગે માર્ગદર્શક સૂચનાઓ
આપને
જાણ હશે જ કે તમાકુને લીધે થતા તમામ મૃત્યુ તથા માંદગી અટકાવી શકાય તેમ છે, છતા:
Ø
વિશ્વમાં તમાકુના વપરાશના કારણે વાર્ષિક ૫૪ લાખ થી
વધુ લોકો મોતને ભેટે છે.
Ø
ભારતમાં દર વર્ષે ૧૦ લાખથી વધારે લોકો મૃત્યુ
પામે છે, આ સંખ્યા HIV
AIDS, TB, અને MALARIA આ ત્રણે રોગોથી મૃત્યુ
પામતા લોકોની કુલ સંખ્યા કરતા પણ વધારે છે.
Ø
ભારતમાં તમાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા
લોકોની સંખ્યા ૨૭૦૦ થી પણ વધારે છે.
Ø
આમ ભારતમાં દર મીનીટે બે વ્યક્તિ મોતને
ભેટે છે.
Ø
સમગ્ર વિશ્વમાં ૭૦ કરોડ બાળકોને પરોક્ષ રીતે
તમાકુનો ધુમાડો શ્વાસમાં લેવાની ફરજ પડે છે.
Ø
જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો તમાકુના લીધે ૨૦૩૦
સુધીમાં બીજા ૧૭.૫ મિલિયન લોકો મૃત્યુ પામશે. અને તેમાના લગભગ ૮ કરોડથી વધારે ભારત જેવા વિકસતા
દેશમાં થશે.
Ø
પરોક્ષ ધુમ્રપાનથી ધુમ્રપાન ન કરતા અન્ય લોકો જેમ કે નાનાં બાળકો,
શિશુઓ,સ્ત્રીઓ તેમજ વૃધ્ધ તમામનાં આરોગ્યને
નુકશાન કારક અસર થાય છે.
Ø
સિગારેટમાં ૪૦૦૦ થી વધારે કેમિકલ હોય છે. જેમાં
૨૦૦ જેટલા ઝેરી હોય છે અને ૭૦ જેટલા કેન્સર જન્ય હોય છે.
Ø
તમાકુના સેવનથી મુખ્યત્વે થતા રોગોમાં મોઢાનું
,અન્નનળીનું કેન્સર,શ્વાસ નળીનું કેન્સર, ફેફસાનું કેન્સર,ગેંગ્રીન, લકવો, હ્રદય રોગ,ન્યુમોનિયા,ક્ષય રોગ,દમ,નપુંસકતા
જેવા હઠીલા રોગો થય શકે છે.
Ø
ધૂમ્રપાનથી સરેરાશ આયુષ્યમાં ૧૦ વર્ષ જેટલો ઘટાડો
થાય છે.
Ø
ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેશો તમાકું સાથે
સંકળાયેલા હોય છે. જ્યારે મોઢાના કેન્સરનાં લગભગ ૯૫% જેટલા કેસો તમાકુના લીધે થાય છે.
Ø
ગુજરાતમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ પુરૂષોમાં ૬૦%
અને સ્ત્રીઓમાં ૮.૪% જેટલું છે.(નેશનલ
ફેમીલી હેલ્થ સર્વે-૩)
Ø
ગુજરાતમાં થતા કેન્સરોમાં ૫૧% જેટલા પુરૂષોના
કેન્સર અને ૧૭% જેટલા સ્ત્રીઓના કેન્સર તમાકુના લીધે થાય છે.
Ø
૧૩ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓમા તમાકુના ઉપયોગનું
પ્રમાણ ૧૯% ટકા જેટલું છે તેમજ ૧૮% ટકા જેટલા વિદ્યાર્થીઓ
૧ વર્ષની અંદર તમાકુનું વ્યસન ચાલુ કરશે. (ગ્લોબલ યુથ ટોબેકો સર્વે-૨૦૦૩)
Ø
તમાકુના વ્યસની લોકો દેખીતી રીતે ના દેખાય શકે
તેવો પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો તમાકુની પાછળ વેડફે છે.
Ø
તમાકુનો વ્યસની તેની ઉંમર કરતા ૧૦ વર્ષ વધુ ધરડો
લાગે છે અને તમાકુથી દુર રહેતા લોકોથી વહેલો મૃત્યુ પામે છે.
ઉપરોક્ત
સઘળી હકીકતો ધ્યાને લઈ, ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ
ક્રમાંક: પીએફએ-૧૦૨૦૦૧-જીઓઆઇ-૫૬-ઝ,તા-૨૪-૦૧-૨૦૦૨ થી જાહેર સ્થળો એ ધુમ્રપાન
કરવા/તમાકું અને ગુટખાના સેવન કરવા પર પ્રતિબંધ જાહેર કરાયેલ છે.જેના ગુનામાં
ઈ.પી.કો.કલમ-૧૮૮ હેઠળ ગુનાને પાત્ર છે.
ભારતીય સંસદે તમાકું નિયંત્રણ ધારો-The Cigarettes and Other Tobacco
Product (Prohibition Of Advertisement and Regulation Of Trade and Commerce,
Production, Supply and Distribution) Act-2003 (COTPA-2003) ૧૮ મી
મે ૨૦૦૩ નાં રોજ પસાર કર્યો અને તે ૧લી મે ૨૦૦૪થી અમલમાં આવ્યો.
COTPA-2003 સમગ્ર ભારતમા તમાકુની તમામ બનાવટોને લાગુ પડે છે.
જે અંગેની વિગતો The
Gazette of India, Extraordinary, Part-II, Section-I, New Delhi, May, 19, 2002 Ministry of Law and Justice (Legislative Department) માં આપેલી છે.
તમાકું નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ( COTPA-2003) અંતર્ગત કલમ-૪,૫,૬, અને ૭
અંગેની વિગત નીચે મુજબ છે.
કલમ-૪ :- જાહેર સ્થળોએ ધૂમ્રપાન
પર પ્રતિબંધ
જાહેર
સ્થળ એટલે એવું કોઈ સ્થળ જ્યાં લોકો અધિકાર પૂર્વક કે અધિકાર વિના પણ જઈ શકતા હોય
અને તેમાં સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો,હોસ્પીટલોના મકાનો,
રેલવેનો પ્રતિક્ષખંડ,મનોરંજનના કેન્દ્રો, રેસ્ટોરન્ટ (રિફ્રેશમેન્ટ રૂમ્સ, બેક્વેટ
હોલ્સ, ડિસ્કોથક્સ, કેન્ટીન,કોફી હાઉસ, પબ, બાર, એરપોર્ટ લોન્જ અને એવા સ્થળો
સહિત) સભાગૃહ, કોર્ટના મકાનો, શોપિંગ મોલ્સ,સિનેમા હોલ્સ,પુસ્તકાલયો,જાહેર પરિવહનના
સાધનો, અને જ્યાં લોકો સામાન્ય રીતે જતા હોય તેવી ખુલ્લી જગ્યાઓ જેમકે ખુલ્લા
ઓડીટોરીયમ, સ્ટેડીયમ, રેલ્વે સ્ટેશનો,બસ-સ્ટોપ અને એવા અન્ય સ્થળો.
આ
કાયદાના સઘન અમલીકરણ માટે ૨જી ઓક્ટોબર (ગાંધીજયંતિ), ૨૦૦૮ થી જાહેર સ્થળે ધુમ્રપાન
પર પ્રતિબંધનાં કાયદા,૨૦૦૮ - The Gazette of India, Extraordinary, Part-II, Section-3, Sub-Secion-1,
New Delhi, 30 May 2008 નાં રોજ
અધિસૂચના બહાર પાડવામાં આવેલ છે.જે મુજબ,
Ø
તમામ જાહેર જગ્યાના માલિકો/વ્યવસ્થાપકોએ ઓછામાં
ઓછું ૬૦ સે.મી.×૩૦ સે.મી. નું સફેદ બેકગ્રાઉન્ડમાં ઉપર મુજબનું સાઈનેઝ બોર્ડ દર્શાવવાનું રહેશે.
Ø
નો સ્મોકિંગનું ગોળાકાર ચિત્ર લાલ રંગમાં અને
ઓછામાં ઓછા ૧૫ સે.મી. નો ગોળાકાર અને ૩ સે.મી.ની પહોળાઈમાં અને
વચ્ચે કાળા રંગના ધુમાડા સાથે સિગારેટનું ચિત્ર હોવું જોઈએ.
Ø
સાઈનેઝ બોર્ડમાં "ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર - અહી ધુમ્રપાન કરવું ગુનો
બને છે" એવી ચેતવણી અંગ્રેજી અથવા કોઈ પણ એક સ્થાનિય ભારતીય ભાષામાં
(ગુજરાતી) દર્શાવવાની રહેશે. તેમજ જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો કોનો સંપર્ક કરવો
તે વ્યક્તિનો હોદ્દો અને સંપર્ક નંબર લખવાનો રહેશે.
Ø
આવું બોર્ડ દરેક પ્રવેશ દ્વારે, દરેક માળે,
દરેક દાદરે, લીફ્ટના દરવાજે તેમજ જાહેર સ્થળની અંદર સ્પષ્ટ રીતે નજરે પડે તેવી
જગ્યાએ મુકવું.
કલમ-૪
ના ભંગ બદલ
COTPA-2003ની કલમ -૨૧ મુજબ કલમ-૪ નાં
ભંગ બદલ રૂ.૨૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
કલમ-૫:- તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પર પ્રતિબંધ
Ø તમાકુની બનાવટોની તમામ પ્રકારની જાહેરાતો પ્રતિબંધિત
છે,તેમાં પરોક્ષ રીતે તમાકુનો ઉપયોગ (સરોગેટ), બ્રાન્ડ સ્ટ્રેચીંગ, આકર્ષક યોજનાઓ,
સ્પોન્સરશીપ, મફત સેમ્પલો તમામનો સમાવેશ થાય છે.
Ø તમાકુની બનાવટોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન
આપવું કે તેનો ઉપયોગ કરવાનું સૂચવતી હોય એવી કોઈ જાહેરાતોમાં કોઈ ભાગ લેશે નહિ અને
કોઈ આવી જાહેરાતો આપશે નહિ.
Ø તમાકુની બનાવટનું વેચાણ કરતી દુકાનોમાં નીચે મુજબના
બોર્ડ પ્રદર્શિત કરવાના થાય છે. કોઈ બ્રાન્ડ પેકેટ શોટ, બ્રાન્ડનું નામ, પ્રચાર,
સંદેશ અથવા ચિત્ર દર્શાવવાના નથી અને બોર્ડને પાછળથી પ્રકાશ આપીને કે અન્ય રીતે ચમકાવવાનું
નથી જેનો નિયત નમુનો નીચે મુજબ છે.
આ ઉપરાંત નીચેની બાબતો સુનિશ્ચિત કરીને
કાયદાનું પાલન કરવાનું રહેશે.
·
વેચાણ માટેની જાહેરાતનાં સ્થળે બે થી વધુ
બોર્ડ ન રાખવા (વધુમાં વધુ ૬૦ સે.મી.×૪૫ સે.મી.)
·
બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી 'તમાકું મોત
નોતરે છે' પ્રદર્શિત કરવી, બોર્ડના મથાળે ૩૩ ટકા જેટલા ભાગમાં હોવા
જોઈએ.
·
બ્રાન્ડ પેકના શોટ, બ્રાન્ડનું નામ,
વેચાણને ઉતેજન આપતા અન્ય સંદેશા અથવા ચિત્રો બોર્ડ પર પ્રદર્શિત ન કરવા.
કલમ-૫
નાં ભંગ બદલ
·
પ્રથમવાર ગુનો સાબિત થાય ત્યારે : ૨ વર્ષ
જેલની સજા અથવા રૂ.૧૦૦૦/- સુધીનો દંડ અથવા બંન્ને.
·
ત્યાર બાદ ૨જો ગુનો સાબિત થાય ત્યારે : ૫
વર્ષની જેલની સજા અથવા રૂ.૫૦૦૦/- સુધીનો દંડ.
કલમ-૬ (અ):- ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ
વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ.
(The Gazette of India, Extraordinary, Part-II,
Section-3, Sub-Section-1, New Delhi, 25-February-2004)
૧૮
વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ -ઉત્પાદન, વેચાણ ,ખરીદી કે
ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. જો દુકાનદારને શંકા હોય તો તે તમાકુ ખરીદવા
આવનારની ઉંમરનો પુરાવો માંગી શકે છે.
કલમ-૬
(અ) મુજબ તમાકુ કે તમાકુની બનાવટનું વેચાણ થતું હોય તેવી દુકાન ,ગલ્લા કે અન્ય
જગ્યાએ નીચે મુજબનું બોર્ડ લગાવવું ફરજીયાત છે.
તમાકું વેચાણ થતી દરેક જગ્યા પર ૬૦ સે.મી.×૩૦ સે.મી.ની સાઈઝનું બોર્ડ,જેના ૫૦ ટકા વિસ્તારમાં "૧૮
વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે." એવી
ચેતવણી દર્શાવેલ હોય અને બીજા ૫૦ ટકા
વિસ્તારમાં તમાકુના સેવનથી થતી આરોગ્ય પરની આડ અસરોનું સચિત્ર નિરૂપણ હોય તે
પ્રદર્શિત કરવાનું રહેશે. જે અંગે યોગ્ય પગલા લઇ ઉપરોક્ત બાબતની અમલવારી કરાવવા
જણાવવામાં આવે છે.
કલમ-૬ (બ) :- શૈક્ષણિક સંસ્થા ઓની આસપાસના ૧૦૦ વારનાં વિસ્તારમાં તામાકું કે તમાકુની
બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.
શૈક્ષણિક સંસ્થાઓના માલિક અથવા વ્યવસ્થાપકે બહારથી સરળતાથી જોઈ શકાય તેવી
મુખ્ય જગ્યાએ નીચે મુજબનું બોર્ડ લગાવેલું હોવું જોઈએ. જેની સાઈઝ ૬૦ સે.મી.×૩૦ સે.મી. રહેશે.
આ ગણતરી
શૈક્ષણિક સંસ્થાની બહારની સરહદથી ચારે દિશામાં ૧૦૦ વારની ત્રિજ્યામાં ગણાશે.
આ બોર્ડ
લગાવવાની જવાબદારી તેમજ કડક અમલીકરણ કરવાની જવાબદારી જે તે શૈક્ષણિક સંસ્થાના
વડાની છે.
કલમ-૬
નાં ભંગ બદલ :-
COTPA-૨૦૦૩
ની કલમ ૨૪ મુજબ કલમ-૬ (અ),(બ) નાં ભંગ બદલ રૂ.૨૦૦ સુધીનો દંડ થઇ શકે છે.
કલમ-૭ :-તમાકુની બનાવટની દરેક ચીજવસ્તુઓ પર ચિત્રાત્મક
આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવી.
The Gujarat Government Gazette,
Extraordinary part-IV-A Section-7, Sub-Section-2, Sachivalaya, Gandhinagar, 5-April-2016)
આ
ચેતવણીઓ તમાકુની દરેક બનાવટોના પેકેટની બંને તરફ આગળ-પાછળની બાજુ ૮૫% ભાગમાં દેખાય
તેવી રીતે દર્શાવવાની રહેશે.જેનો નિયત નમુનો નીચે મુજબ છે.
તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ
વિભાગ,સચિવાલય, ગાંધીનગરનાં તા.૦૫/૦૪/૨૦૧૬ નાં જાહેરનામાથી ગુજરાત રાજ્યમાં
સિગારેટ તેમજ બીડીના છૂટક વેચાણ પર પ્રતિબંધ ફરમાવેલ છે.
કલમ-૭
નાં ભંગ બદલ:-
ઉત્પાકોને -
§
પ્રથમવાર ગુનો સાબિત થાય ત્યારે - ૨ વર્ષની જેલ
અથવા રૂ.૫૦૦૦/- સુધીનો દંડ અથવા બંને.
§
ત્યારબાદ પછીનો ગુનો સાબિત થાય ત્યારે -૫ વર્ષની
જેલ અથવા રૂ.૧૦,૦૦૦/- સુધીનો દંડ થઈ શકે છે.
વેપારીઓ અને વિતરકોને-
§
પ્રથમવાર ગુનો સાબિત થાય ત્યારે: ૧ વર્ષની જેલ
અથવા રૂ.૧૦૦૦/-સુધીનો દંડ અથવા બંને.
§
ત્યારબાદ પછીનો ગુનો સાબિત થાય ત્યારે: ૨ વર્ષની
જેલ અથવા રૂ.૩૦૦૦/- સુધીનો દંડ.





Comments
Post a Comment