તમાકુ ખાતા પહેલા જાણો તમાકુ શું કહે છે....
તમાકુ કહે છે
........
Ø
તમાકુ કહે છે
છોડી દો અમને,
નહિતો હું ગળે
વળગીસ તમને.
Ø
ઝેરી પદાર્થો
મિશ્રિત કરી બનાવે છે અમને ,
કદાચ એની ખબર
નહીં હોય તમને.
Ø
ચેતવણી આપું
છું હું, દરેક ને તમને,
મારુ સેવન
કરતાં પહેલા જોઈ લેજો અમને.
Ø
બરબાદ દેવાદાર
કરી નાખું છું તમને,
છતાં પણ કેમ ભાન નથી થતું
તમને.
Ø
ઘડી બે ઘડી નો
આનંદ આપું છું તમને,
એ આનંદની મજા
મોતની સજા આપશે તમને.
Ø
વ્યસનની લત જો
લાગી જશે તમને,
તો છોડવી બહુ
મુશ્કેલ પડશે તમને.
Ø
કલેસ, કંકાસ નામોશી ભોગવવી પડશે તમને,
સમાજમાં
માન-મોભો ગુમાવવા પડશે તેમને.
Ø
દેખા દેખી ફેશન
ગણી ના અપનાવશો અમને,
કેન્સર,ટીબી,એટેક, જેવી બીમારી આપીશ તમને.
Ø
ઢોર પણ દૂર રહે
છે ,જોઈ અમને,
પણ આ બુધ્ધીશાળી જીવ નથી
સમજતું અમને.
Ø
દૂર કરી દો
તમારા જીવનમાથી અમને,
ખુશ ખુશાલ
જિંદગી મળશે તમને.
ભગીરથસિંહ પી. દાયમા
Comments
Post a Comment