ભારતનું બંધારણ - મૂળભૂત અધિકારો :
ભારતીય બંધારણમાં ૬ પ્રકારના મૂળભુત અધિકારો છે.
(૧) સમાનતાનો અધિકાર ( Rights of Equality) (અનુ.૧૪ થી ૧૮)
(૨) સ્વતંત્રતાનો અધિકાર (Rights of Freedom) (અનુ.૧૯ થી ૨૨)
(૩) શોષણ વિરુધ્ધનો અધિકાર ( Rights Against Exploitation) (અનુ.૨૩ થી ૨૪)
(૪) ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ( Rights to Freedom of Religion) (અનુ.૨૫ થી ૨૮ )
(૫) સાંસ્ક્રુતિક અને શૈક્ષણિક અધિકાર (Cultural and Educational Rights) ( અનુ.૨૯ થી ૩૦)
(૬) બંધારણીય ઉપચારોનો અધિકાર (Rights Of Constitutional Remedies) (અનુ.૩૨)
૪૪માં બંધારણીય સુધારા દ્વારા સંપતિના અધિકારને મૂળભૂત અધિકારમાથી દૂર કરવામાં આવેલ તેમજ ૯૩ માં બંધારણીય સુધારા દ્વારા "શિક્ષણ મેળવવાના અધિકાર" ને મૂળભૂત અધિકાર અનુચ્છેદ ૨૧ (એ) તરીકે ઉમેરવામાં આવેલ છે. જેમાં ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક્ક મળેલ છે.
Comments
Post a Comment