વ્યક્તિ પોતાનાથી ક્યારે દૂર થાય છે જાણો કારણ...


પોતાના ક્યારે પરાયા થાય છે....?
 જુદા જુદા જોવા મળતા સંકેતો ...

1-  સંયુક્ત પરિવારમાં જ્યારે બધા સાથે હોય છે ત્યારે શરૂઆત માં બધુ વ્યવસ્થિત ચાલે છે આવા સમયમાં પરિવારના અમુક દૂશ્મનો પણ હોય છે જેની સામે આર્થિક અથવા સામાજિક લડત ચાલુ હોય છે. હવે આ લડત જીતવામાં થોડો સમય લાગે છે કારણ કે પરિવાર એક છે અને લડત સામે આખો પરિવાર એક થઈ ને ઊભો છે. જેથી આ લડત જીતી પણ જઈએ છીએ. 
2-  લડત જીત્યા  બાદ બને છે એવું ... કે અત્યાર સુધી પરિવારના તમામ સભ્યોનું ધ્યાન માત્ર એક વ્યક્તિ સામે હતું એટલે પરિવારના અન્ય વ્યક્તિ ની ભૂલો દેખાતી ન હતી. જ્યારે એ બહારનો દુશ્મન નથી રહેતો એટલે કે બહારની દુશ્મનાવટ દૂર થાય છે, ત્યારે વ્યક્તિ પોતાની આજુ બાજુ એટલે કે પરિવારમાં એક નવો દુશ્મન ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે હવે એમની ઇર્છા વૃતિ છે એ બહારના વ્યક્તિ પરથી દૂર થઈ ને ઘર પર આવી ગય હોય છે.
3-  ધીમે-ધીમે ઘરના બધા વ્યક્તિની ભૂલો દેખાવા લાગે છે અને વાદ-વિવાદ ઊભા થાય છે અને પરિવાર વિખરાવવા લાગે છે. વ્યક્તિ પોતાના સ્વજનોથી દૂર થવા લાગે છે. 
4-   બે ભાઈઓ સાથે રહતા હોય મોટા ભાઈના લગ્ન થયેલા હોય છે નાના ભાઈના બાકી હોય છે. આ પરિવાર શાંતિથી જીવન પસાર કરતું હોય છે. કારણ કે સુધી ભાઈઓમા મોટા ભાગે ક્યારેય પણ મારુ તારું જોવા મળતું નથી. હવે જ્યારે નાના ભાઈના લગ્ન થાય છે અને પરિવારમાં બે મહિલા ઉમેદવાર ભેગી થાય છે એટલે બધા વાદ વિવાદ ઊભા થવા લાગશે. એની શરૂઆત કામ કરવા બાબતથી થાય છે.
5-  હવે જેવી બે મહિલા થાય છે એટલે તરત જ બે ભાઈઓ વચ્ચેના સબંધમા પણ ધીમે ધીમે ધટ આવતી જાય છે. તે ના છૂટકે ઘરના કંકાશથી કંટાળી અને અલગ થવા પર વિચારતા હોય છે. એવુજ બને છે અલગ થઈને તે લોકો શાંતીની શોધ કરે છે પણ શું તેઓ શાંતી મેળવી શકે છે ?
6- "ના" નથી મેળવી શકતા હવે બને છે એવું છૂટા પડેલા પરિવારમાં હવે માત્ર બચે છે પતિ પત્ની અને બાળકો (જો હોય તો). અને અસલી પીકચરની શરૂઆત થાય છે. પરિવાર નાનો થયો એટલે હવે બીજું કોઈ એવું વ્યક્તિ નથી રહ્યું કે જેની સાથે ઝઘડો કરી શકાય કે તેના પર ઇર્છા કરી શકાય તેવું કોઈ બચતું નથી. જેથી હવે પતિ પત્ની બેજ બચ્યા હોય છે એટલે એમના વચ્ચેના સબંધોમાં તિરાડ આવે છે. બંને ને એક બીજાની ભૂલો દેખાય છે અને ઘણા સાથે સબંધો તૂટવા સુધીના બનાવો બને છે.    
     આમ સામાન્ય રીતે કહીએ તો દરેક પરિવારને એક રેહવા માટે એક હરીફ બહારનો દુશ્મન પણ રાખવો જોઈએ જેથી તેની સામે જીતવા માટે પરિવાર એક રહી શકે. 

Comments

Popular posts from this blog

TMS 2.0 Full Training

Healthcare Professionals Registration Process for Doctors, Nurses, Lab technician and other medical professionals

કેશવાનંદ ભારતી કેસ - ૧૯૭૩