તમાકુ કહે છે ........ Ø તમાકુ કહે છે છોડી દો અમને , નહિતો હું ગળે વળગીસ તમને. Ø ઝેરી પદાર્થો મિશ્રિત કરી બનાવે છે અમને , કદાચ એની ખબર નહીં હોય તમને. Ø ચેતવણી આપું છું હું , દરેક ને તમને , મારુ સેવન કરતાં પહેલા જોઈ લેજો અમને. Ø બરબાદ દેવાદાર કરી નાખું છું તમને , છતાં પણ કેમ ભાન નથી થતું તમને. Ø ઘડી બે ઘડી નો આનંદ આપું છું તમને , એ આનંદની મજા મોતની સજા આપશે તમને. Ø વ્યસનની લત જો લાગી જશે તમને , તો છોડવી બહુ મુશ્કેલ પડશે તમને. Ø કલેસ , કંકાસ નામોશી ભોગવવી પડશે તમને , સમાજમાં માન-મોભો ગુમાવવા પડશે તે મને. Ø દેખા દેખી ફેશન ગણી ના અપનાવશો અમને , કેન્સર , ટીબી , એટેક , જેવી બીમારી આપીશ તમને. Ø ઢોર પણ દૂર રહે છે , જોઈ અમને , પણ આ બુધ્ધીશાળી જીવ નથી સમજતું અમને. Ø દૂર કરી દો તમારા જીવનમાથી અમને , ખુશ ખુશાલ જિંદગી મળશે તમને. ભગીરથસિંહ પી. દાયમા