Posts

Showing posts from November, 2019

President Of India

Image

સોલાર રૂફટોપ સિસ્ટમ ઘરે લગાવો અને વીજળી બચાવો.

Image

તમાકુ ખાતા પહેલા જાણો તમાકુ શું કહે છે....

તમાકુ કહે છે ........ Ø તમાકુ કહે છે છોડી   દો અમને , નહિતો હું ગળે વળગીસ તમને. Ø ઝેરી પદાર્થો મિશ્રિત કરી બનાવે છે અમને , કદાચ એની ખબર નહીં હોય તમને. Ø ચેતવણી આપું છું હું , દરેક ને તમને , મારુ સેવન કરતાં પહેલા જોઈ લેજો અમને. Ø બરબાદ દેવાદાર કરી નાખું છું તમને , છતાં પણ કેમ ભાન નથી થતું તમને. Ø ઘડી બે ઘડી નો આનંદ આપું છું તમને , એ આનંદની મજા મોતની સજા આપશે તમને. Ø વ્યસનની લત જો લાગી જશે તમને , તો છોડવી બહુ મુશ્કેલ પડશે તમને. Ø કલેસ ,  કંકાસ નામોશી ભોગવવી પડશે તમને , સમાજમાં માન-મોભો ગુમાવવા પડશે તે મને. Ø દેખા દેખી ફેશન ગણી ના અપનાવશો અમને , કેન્સર , ટીબી , એટેક , જેવી બીમારી આપીશ તમને. Ø ઢોર પણ દૂર રહે છે , જોઈ અમને , પણ આ બુધ્ધીશાળી જીવ નથી સમજતું અમને. Ø દૂર કરી દો તમારા જીવનમાથી અમને , ખુશ ખુશાલ જિંદગી મળશે તમને.                                                 ભગીરથસિંહ પી. દાયમા

COTPA- 2003 Act Gujarati

Image
            તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત કામગીરી અંગે માર્ગદર્શક સૂચનાઓ       આપને જાણ હશે જ કે તમાકુને લીધે થતા તમામ મૃત્યુ તથા માંદગી અટકાવી શકાય તેમ છે, છતા: Ø     વિશ્વમાં તમાકુના વપરાશના કારણે વાર્ષિક ૫૪ લાખ થી વધુ લોકો મોતને ભેટે છે. Ø     ભારતમાં દર વર્ષે ૧૦ લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે, આ સંખ્યા HIV AIDS, TB, અને MALARIA આ ત્રણે   રોગોથી મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા કરતા પણ વધારે છે. Ø     ભારતમાં તમાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા લોકોની સંખ્યા ૨૭૦૦ થી પણ વધારે છે. Ø     આમ ભારતમાં દર મીનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. Ø     સમગ્ર વિશ્વમાં ૭૦ કરોડ બાળકોને પરોક્ષ રીતે તમાકુનો ધુમાડો શ્વાસમાં લેવાની ફરજ પડે છે. Ø     જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો તમાકુના લીધે ૨૦૩૦ સુધીમાં બીજા ૧૭.૫ મિલિયન લોકો મૃત્યુ પામશે. અને તેમાના લગભગ ૮ કરોડથી વધારે ભારત જેવા વિકસતા દેશમાં થશે. Ø     પરોક...

કેશવાનંદ ભારતી કેસ - ૧૯૭૩

કેશવાનંદ ભારતી કેસ- ૧૯૭૦         દેશના ન્યાયિક ઈતિહાસમા કેશવાનંદ ભારતીનું નામ કોણ નથી જણાતું. ૨૪ એપ્રિલ ૧૯૭૩ , ના દિવસે કોર્ટ દ્વારા કેશવાનંદ ભારતી અને કેરળ સરકાર વચ્ચેના સંપતિ સંપાદન અંગેના વિવાદનો એક ઐતિહાસિક નિર્ણય આપવામા આવ્યો જેનાથી તેઓ કોર્ટ કચેરીની દુનિયામાં અમર થઇ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે ન્યાયિક દુનિયામાં આટલા લોકપ્રિય હોવા છતાં , તેઓ પોતે નથી કોય જજ રહ્યા કે નથી કોઈ વકીલ. એમનું નામ તો માત્ર ને માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલ તેમની સંપતિના સંપાદન સામે ન્યાયિક લડત આપતા એક ફરિયાદીના રૂપમાં હતું.         આમતો તેઓ દક્ષિણ ભારતના બહુ મોટા સંત છે. કાસરગોડ કેરળ નો ઉત્તર દિશાનો છેલ્લો જિલ્લો છે . પશ્વિમમાં સમુદ્ર અને પૂર્વમાં કર્ણાટક થી ઘેરાયેલા આ વિસ્તારનો સદીયો જૂનો એક શિવ મઠ જે એડનીર ખાતે આવેલો છે. જે મઠ નવી સદીના મહાન સંત અને અદ્વૈત વેદાંત દર્શનના પ્રણેતા આધ્યગુરુ શંકરાચાર્ય સાથે જોડાયેલો છે. શંકરાચાર્યના શરૂઆતના ચાર શિષ્યોમાના એક જેમનું નામ તોતકાચાર્ય હતું. જેમની પરંપરામાં આ મઠ સ્થપાયેલ હતો. જે બ્રાહ્મણોની તાંત...